ગુજરાતની બધી સરકારી શાળાઓ, ખાનગી શાળાઓ, ગુજરાતી માધ્યમની શાળાઓ અને અંગ્રેજી માધ્યમની શાળાઓ સુધી વાર્તા-મેળો ને લઈ જવી.
READ MORE
દેશભરનાં અને દુનિયાભરનાં ગુજરાતી બોલતાં, સાંભળતાં અને સમજતાં લોકો સુધી વાર્તા-મેળો ને લઈ જવી.
READ MORE
અહીં પ્રગટ થતી વાર્તાઓ અને અન્ય માહિતીના વિચારો લેખકના પોતાના છે. અમે તે વિચારો સાથે સહમત છીએ તે જરૂરી નથી. મોટાભાગનાં ચિત્રો ઇન્ટરનેટ પરથી લેવામાં આવેલાં છે. જો તેના ઉપયોગ સામે વાંધો હોય તો એડમીનનો સંપર્ક કરવો.
READ MORE

Story competition time! Students and teachers, send your original stories and win good prizes!

WHAT OTHERS SAY

સપ્તમી વાર્તા-લેખન સ્પર્ધાનું મૂલ્યાંકન કરવું અઘરું લાગ્યું કારણ કે ઘણી વાર્તાઓ લગભગ સમાન કક્ષાની કહી શકાય તેવી લાગી. એટલે એકાદ અંકના ફેર સાથે ક્રમાંક આપવામાં સ્પર્ધકને અન્યાય થવાનો ભય લાગ્યા કરતો હતો! તેમ છતાં જે યોગ્ય લાગ્યું તે રીતે ગુણ આપવા પ્રયત્ન કર્યો છે. વાર્તાનાં શિર્ષક એકંદરે મૌલિક અને ધ્યાન ખેંચે તેવાં રહ્યાં છે. વિષય-વસ્તુમાં વૈવિધ્ય જરૂર જણાય છે, પરંતુ ઘણી વાર્તાઓમાં "વિષાદ"નું વાતાવરણ અનુભવાયું. "મૃત્યુ", "માંદગી", કંઈક "ગુમાવ્યાનો માહોલ" વર્તાતો હતો. આ પ્રકારની વેદના સૂર શું "કોરોના કાળ" પછીનો અનુભવ હશે ? જાણે-અજાણે આપણા મન ઉપર એક "ભય" કે "નિરાશા"ની અસર રહેતી હશે ? એકંદરે વાર્તાઓનું સ્તર ઘણું સારું રહ્યું. સ્પર્ધકો અને આયોજકોને ખૂબ-ખૂબ અભિનંદન !

ગોવિંદિની શાહ

માનદ નિર્ણાયક, સપ્તમી વાર્તા-લેખન સ્પર્ધા

પ્રિય દર્શાબહેન, નમસ્કાર. આપના દ્વારા યોજાતો 'વાર્તામેળો' ઉત્તરોતર વિકસતો જાય છે એનો મને ખૂબ આનંદ છે. છ વર્ષ એક કામ આટલી નિષ્ઠાથી કર્યે જવું અને સફળતાથી પાર પાડવું સહેલી વાત નથી જ. આ માટે આપને અને સમગ્ર ટીમને અનેકાનેક ધન્યવાદ. આ કામમાં આટલાં બધા વિદ્યાર્થીઓ અને શિક્ષકો જોડાય છે ત્યારે માતૃભાષાનું આ કેટલું મોટું કામ થયું ! આટલા લોકોને માતૃભાષા સાથે તમે જોડયા, એ ગુજરાતી ભાષાની મોટી સેવા છે. વાર્તા એક કળા છે, સાહિત્ય છે આથી મારું એક નમ્ર સૂચન છે કે આપ આગામી વર્ષોમાં વિદ્યાર્થીઓ તથા શિક્ષકો માટે પણ 'વાર્તા શિબિરો' યોજો. જેથી કરીને તેઓ વાર્તાકલાથી પણ વધુ પરિચિત થાય. તેઓ વધુ વાર્તાઓ વાંચે એવા પગલાં પણ લઈ શકાય. આ બધું એમનાં વાર્તાલેખન માટે ખૂબ ઉપયોગી બની રહેશે. હું આપની સાથે જ છું અને રહીશ. મારામાં આ વિશ્વાસ મુકવા બદલ આપની આભારી છું.

લતા હિરાણી

માનદ નિર્ણાયક, સપ્તમી વાર્તા-લેખન સ્પર્ધા

ખુબ ખુબ ખુબ આભાર આયોજકશ્રી તથા સમગ્ર સહાયક ટીમનો..... જેઓએ અમારા બાળકોને આવો રૂડો અવસર આપ્યો. વિષયનું બન્ધન નહીં અને સ્વતંત્ર વાર્તા રચવાની તક મળતા અમે પણ અમારા બાળકોની કલ્પના, વિચારો, તથા સર્જનશક્તિથી વાકેફ થયા. માતા -પિતા અને દાદા - દાદી તો બાળકોને વાર્તા કહે પણ આજે બાળકે વડીલો ને પોતાની વાર્તા પોતાના વિચારો અને પોતાના શબ્દોથી રચી બતાવી તેમનામાં આ આત્મવિશ્વાસ વધારવાની આ અમૂલ્ય તક આપવા બદલ આપનો ખુબ ખુબ આભાર.

જાડેજા ઓમશ્રીબા

વિજેતા, સપ્તમી વાર્તા-લેખન સ્પર્ધા

આદરણીય રાજેશ સર તથા દર્શા મેડમ ખૂબ ખૂબ આભાર, આવી સ્પર્ધાઓનુ આયોજન કરી સૌને પ્રોત્સાહિત કરવા બદલ ખૂબ આભાર.

જનાર્દન કુલકર્ણી

વિજેતા, સપ્તમી વાર્તા-લેખન સ્પર્ધા

સપ્તમી વાર્તા-લેખન સ્પર્ધાનું મૂલ્યાંકન કરવું અઘરું લાગ્યું કારણ કે ઘણી વાર્તાઓ લગભગ સમાન કક્ષાની કહી શકાય તેવી લાગી. એટલે એકાદ અંકના ફેર સાથે ક્રમાંક આપવામાં સ્પર્ધકને અન્યાય થવાનો ભય લાગ્યા કરતો હતો! તેમ છતાં જે યોગ્ય લાગ્યું તે રીતે ગુણ આપવા પ્રયત્ન કર્યો છે. વાર્તાનાં શિર્ષક એકંદરે મૌલિક અને ધ્યાન ખેંચે તેવાં રહ્યાં છે. વિષય-વસ્તુમાં વૈવિધ્ય જરૂર જણાય છે, પરંતુ ઘણી વાર્તાઓમાં "વિષાદ"નું વાતાવરણ અનુભવાયું. "મૃત્યુ", "માંદગી", કંઈક "ગુમાવ્યાનો માહોલ" વર્તાતો હતો. આ પ્રકારની વેદના સૂર શું "કોરોના કાળ" પછીનો અનુભવ હશે ? જાણે-અજાણે આપણા મન ઉપર એક "ભય" કે "નિરાશા"ની અસર રહેતી હશે ? એકંદરે વાર્તાઓનું સ્તર ઘણું સારું રહ્યું. સ્પર્ધકો અને આયોજકોને ખૂબ-ખૂબ અભિનંદન !

ગોવિંદિની શાહ

માનદ નિર્ણાયક, સપ્તમી વાર્તા-લેખન સ્પર્ધા

તીવ્ર ગતિએ લુપ્ત થતી ગુજરાતી ભાષાનું અસ્તિત્વ ટકાવી રાખવાનો નાનકડો પણ ભગીરથ પ્રયાસ. બાળકની કલ્પના શક્તિ વિકસાવવાનો અદ્ભૂત પ્રયોગ.એમને તો આ ખૂબ જ ગમ્યું...! આપનો આ પ્રયાસ હાલ ના ઈન્ટરનેટ ના સમય માં બાળક નો વાંચન લેખનમાં રસ જાગૃત કરે છે.
વિજયસિંહ લક્ષ્મણસિંહ આર્ય

વિજયસિંહ લક્ષ્મણસિંહ આર્ય

અનગઢ ગૃપ પ્રા. શાળા.

વાર્તામેળો ગુજરાતી સાહિત્યને બાળકો સુધી પહોંચાડવાનો અને તેને વધુ આગળ વધારવા માટેનો ખૂબ સરાહનીય પ્રયત્ન છે.
રાવલિયા તતિક્ષા પરબતભાઈ

રાવલિયા તતિક્ષા પરબતભાઈ

શ્રી માંડવા પ્રાથમિક શાળા તા. કુતિયાણા જિ. પોરબંદર

વાર્તામેળા દ્વારા ગુજરાતી ભાષાના શિક્ષકો અને દરેક શાળાના વિદ્યાર્થીઓ માટે ઉત્તમ લેખન પ્રવૃત્તિ દ્વારા ઓળખ આપવાનો સુંદર પ્રયાસ છે. વાર્તા મેળા દ્વારા સમગ્ર ગુજરાતની દરેક શાળાઓના બાળકોને પોતાની કલ્પના શક્તિ અને મૌલિકતા વ્યક્ત કરવાનો ઉત્તમ પ્રયાસ છે. વાર્તા મેળા દ્વારા ભાગ લેનાર બાળકને પોતાની વાર્તા પ્રકાશિત થાય તેના માટેનો એક સુંદર નાની વયમાં તક મળે છે. બાળકોની અંદર માતૃભાષા પ્રત્યે આદર અને લેખન ટકાવવાનો ઉત્તમ પ્રયાસ છે, જેના દ્વારા બાળ લેખકોને પારખી શકાય છે.
ભટ્ટ તેજસ્વી ભૌમિકભાઈ

ભટ્ટ તેજસ્વી ભૌમિકભાઈ

શ્રેયસ ફોઉન્ડેશન, અમદાવાદ

‘વાર્તામેળો’ સ્પર્ધાના આયોજકશ્રી દર્શાબહેન કિકાણી અને રાજેશ ભાઈ કિકાણી નિવૃત હોવા છતાં ઘણાં પ્રવૃત રહીને માતૃભાષાનું ઋણ ચૂકવી રહ્યા છે. ‘વાર્તામેળો’એ અમારા વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષાના વાંચન અને લેખનની ઉત્તમ તક આપી અને બાળકોની સર્જનાત્મકતાને વિકસાવવા તરફ એક સફળ કદમ ભર્યું છે. દરેક વિદ્યાર્થી અને શિક્ષકને પોતાના વિચારોસ્વતંત્ર રીતે અભિવ્યક્ત કરવાની એક ઉજળી તક મળી છે.સ્પર્ધામાં ‘દાદા -દાદીની સાથે ચર્ચા વિચારણા કરીને વાર્તા લખવી’ જેવા નિયમ રાખીનેએક તંદુરસ્ત સમાજના વિકાસમાં નોંધનીય ફાળો આપી રહ્યા છે તેમજ બાળકોને આપણી સંસ્કૃતિ સાથે જોડી રાખવાનો સફળ પ્રયાસ નોંધનીય છે. આમ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીના સર્વાંગી વિકાસમાં ‘વાર્તામેળો’નો અવિસ્મરણીય ફાળો છે.આમ વિદ્યાર્થીની સર્જનાત્મકતાને પ્રોત્સાહિત કરવા બદલ ધન્યવાદ અને ‘વાર્તામેળો’ના આયોજકશ્રીઓને આવા ઉમદા ભગીરથ કાર્યો કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.
ડિમ્પલ સોની

ડિમ્પલ સોની

ઝેબર સ્કૂલ ફૉર ચિલ્ડ્રન

8

Years

5000

Students

500

Teachers

250

Schools

Our Latest Articles

ચમત્કાર – ઓડિયો વાર્તા

આ વાર્તા મુંબઈમાં વ્યવસાય કરનાર રતન શેઠની છે. વ્યવસાય...

ભાગ્યવિધાતા – ઓડિયો વાર્તા

આ વાર્તા સ્ટેશન પર ચા વેચનાર રાજાની છે. તેના શિક્ષક તથા તેમના...

દિલ – ઓડિયો વાર્તા

મનસ્વી અને તરુણ ની પ્રણયકથા તથા તેમના અલગ-અલગ...